Monday, March 16, 2026

મોરબીના વિસીપરામા સ્મશાનમાંથી રૂ. 24 હજારનાં મતાની ચોરી

Advertisement
Advertisement
Advertisement

મોરબીના વિસીપરામા સ્મશાનમાંથી રૂ. 24 હજારનાં મતાની ચોરી

મોરબી: મોરબીના વીસીપરામા શ્રધ્ધા યમુના સોસાયટી પાસે આવેલ સ્મશાન ખાતેથી પાણીની નાની મોટર, રોકડ તથા મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૨૪ હજારાના મતાની ચોરી કોઈ અજાણ્યો ચોર ઈસમ કરી ગયો હોવાની મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત માહિતી મુજબ દેવજીભાઈ ગોરાભાઈ મકવાણા (ઉ.વ.૬૧) રહે રોહીદાસપરા મેઇન રોડ વિજયનગર શેરી નં -૦૧ મોરબી વાળાએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૪-૦૯-૨૦૨૩ ના રોજ રાત્રીના સમયે ફરીયાદી તથા સાહેદની પાણીની નાની મોટર કિ.રૂ.૩૦૦૦/- તથા રોકડ રૂ. ૧૧,૦૦૦/- તથા એક મોબાઇલ ફોન કિ.રૂ. ૧૦,૦૦૦/- વાળો મળી કુલ કિ.રૂ. ૨૪,૦૦૦/- નિ મતાની કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયો હતો. આ બનાવ અંગે દેવજીભાઈએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ ૩૭૯ મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,597,568

TRENDING NOW