Monday, March 9, 2026

મોરબીના વાવડી રોડ નજીક તીનપત્તીનો જુગાર રમતા 6 ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

મોરબીના વાવડી રોડ પર સોમૈયા સોસાયટી નજીક સતનામ કોમ્પલેક્ષમાં દુકાનોની વચ્ચેનાં ભાગે આવેલ ખુલ્લી જગ્યામાંથી તીનપત્તીનો જુગાર રમતા ૬ પત્તાપ્રેમીને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડેલ છે.

મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ પર સોમૈયા સોસાયટી નજીક સતનામ કોમ્પલેક્ષમાં દુકાનોની વચ્ચેનાં ભાગે આવેલ ખુલ્લી જગ્યામાંથી તીનપત્તીનો જુગાર રમતા આરોપી ફીરોજભાઈ મહમદહુશેનભાઈ કોરમ, ભગવાનજીભાઈ ટીડાભાઈ ટોઈટા (રહે.બંને કારીયા સોસાયટી વાવડી રોડ મોરબી), ઘનશ્યામભાઈ ગગજીભાઈ ગોહીલ (રહે. વાવડી રોડ ગાયત્રીનગર સોસાયટી),હુશેનશા રોશનશા શાહમદાર (રહે. મોરબી જુના બસ સ્ટેન્ડ પાસે ઈગદાહ મસ્જીદમાં), વાલજીભાઈ કાનજીભાઈ કાંજીયા (રહે. રોયલ પાર્ક જેતપર રોડ), ગોકળભાઇ વીશાભાઈ ટોઈટા (રહે. વાવડી રોડ ભગવતીપરા શેરી નં-૬) વાળાને રોકડ રકમ રૂ.૧૦,૨૦૦ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમે પકડી પાડેલ છે. આરોપી વિરુદ્ધ જુગારધારા હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,209

TRENDING NOW