Tuesday, March 10, 2026

મોરબીના વનાળીયામાં તીનપત્તીનો જુગાર રમતા 2 ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

મોરબીના વનાળીયા ગામે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતાં બે પત્તાપ્રેમીને પોલીસે ઝડપી લીધા હતા. જ્યારે એક ફરાર થય જતાં તેને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન વનાળીયા ગામે સ્કુલ પાસે જુગાર રમાતો હોવાની બાતમીનાં આધારે રેઈડ કરી હતી. અને સ્કુલની દિવાલ પાસે જાહેરમાં તીનપતીનો જુગાર રમતા આરીફ કાસમભાઈ સુમરા (રહે.વનાળીયા) તથા સોહિલ રસુલભાઈ સુમરા (રહે.વીશીપરા ચાર ગોડાઉનની પાછળ મોરબી)ને રોકડ રૂ. ૩૧૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. તો આરોપી અસ્લમ ઉર્ફે ટાઈગર અગારખાભાઈ પરમાર (રહે.વનાળીયા) વાળો નાશી છુટ્યો હતો. પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી આરોપી અસ્લમને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,259

TRENDING NOW