મોરબીના લુટાવદર ગામેથી ઈંગ્લીશ દારૂની 27 બોટલ ઝડપાઈ
મોરબી: મોરબી તાલુકાના લુંટાવદર ગામની પછવાડાના સીમ વિસ્તાર પાસે આરોપીના રહેંણાંક મકાનની પાછળની બાજુ ખુલ્લી જગ્યામાં ઉકરડામાંથી ઈંગ્લીશ દારૂની ૨૭ બોટલ મોરબી તાલુકા પોલીસે કબ્જે કરી છે. જ્યારે આરોપી સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના લુંટાવદર ગામની પછવાડાના સીમ વિસ્તાર પાસે રહેતા આરોપી દીનેશભાઈ રામજીભાઇ ધરમઠીયાએ પોતાના રહેંણાંક મકાનની પાછળની બાજુ ખુલ્લી જગ્યામાં ઉકરડામાં વેચાણ કરવાના ઈરાદાથી સંતાડીને રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૨૭ કિં.રૂ.૧૩૨૩૦ નો મુદ્દામાલ મોરબી તાલુકા પોલીસે જપ્ત કરેલ છે. જ્યારે આરોપી સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.