મોરબીના લીલાપર રોડ પર અહી કેમ આવ્યો છો કહી યુવકને ચાર શખ્સોએ માર માર્યો
મોરબી: મોરબીના લીલાપર રોડ સબ જેલની બાજુમાં રહેતો યુવક હનુમાનજીના મંદિરે ગયો હતો ત્યારે બે શખ્સોએ આવી યુવકને કહેલ કે તું અહી કેમ આવ્યો છો તેમ કહી યુવકને ગાળો આપી માર મારેલ તથા અન્ય બે શખ્સોએ આવી યુવકને ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હોવાની ભોગ બનનાર યુવકે ચારે આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ મોરબીના લીલાપર રોડ સબ જેલની બાજુમાં હનુમાન મંદિર સામે રહેતા જયેશભાઇ હમીરભાઇ ખાંભલા (ઉ.વ.૩૪) એ આરોપી વિક્રમભાઇ છગનભાઇ જારીયા, વિજયભાઇ ભગવાનજીભાઇ જારીયા, છગનભાઇ ટપુભાઇ જારીયા, જેઠાભાઇ ટપુભાઇ જારીયા રહે બધા બોરીચા વાસ મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૦૭-૦૯-૨૦૨૩ ના રોજ રાત્રીના સાડા આઠેક વાગ્યાના સુમારે ફરીયાદી મંદીરે ગયેલ હોય ત્યારે આરોપી વિક્રમભાઈ તથા આરોપી વિજયભાઈએ અહીયા કેમ આવેલ છો તેમ કહી ગાળો આપી ઢીક્કાપાટુનો મારેલ દરવાજાની બાજુમા આવેલ સીમેંન્ટ બાકળા ઉપર પછાડેલ અને આરોપી છગનભાઇ અને (૪) જેઠાભાઈએ આવીને ફરીયાદીને શરીરે તથા છાતીના ભાગે ઢીક્કાપાટૂનો મુંઢમાર મારેલ હોય અને ફરીયાદીને માથાના ભાગે તથા શરીરે સામાન્ય ઇજા તથા નાકના ભાગે ફેકચર જેવી ઇજા કરી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર જયેશભાઇ હમીરભાઇ ખાંભલાએ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ -૩૨૩,૩૨૫,૫૦૪,૧૨૪, મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.