Thursday, March 12, 2026

મોરબીના લીલાપર ગામની સીમમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ

Advertisement
Advertisement
Advertisement

મોરબી તાલુકા પોલીસ ટીમને મળેલ બાતમી આધારે લીલાપર ગામની સીમમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી હતી. તેમજ એક ઇસમને પકડી પાડી અન્ય બેને ઝડપી પાડવા પોલીસે શોધખોળ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમીના આધારે રેઈડ કરી લીલાપર ગામની સીમમાં મચ્છુ ડેમ નજીક વોકળામાં આરોપી તુલસીભાઈ રણછોડભાઈ પરમાર, કિરણ ઉર્ફે બેબો નાગજીભાઈ દેગામાં અને રણજીત નાગજીભાઈ દેગામાંએ પોતાના કબજામાં દેશી દારૂ બનાવવાનો આથો લીટર આશરે ૧૫૦૦ (કિં.રૂ.૩૦૦૦), પ્લાસ્ટીકના કેરબા નં.૩૨ (કિં.રૂ.૧૭૦૦), ભઠ્ઠીના સાધનો ટીનના બકડીયા નંગ-૦૨, ગેસના ચુલા નંગ-૦૨, ગેસના બાટલા નંગ-૦૪, નળિયાવાળા તાસ નં.૦૨ મળી કુલ કિં.રૂ.૫૨૦૦ તથા દેશી દારૂ આશરે ૨૫૦ લીટર કિં.રૂ.૫૦૦૦ એમ કુલ કિંમત રૂ.૧૪,૮૦૦ નાં મુદ્દામાલ સાથે આરોપી તુલસીભાઈ રણછોડભાઈ પરમારને ઝડપી પાડ્યો હતો.

જ્યારે અન્ય આરોપીઓ કિરણ ઉર્ફે બેબો દેગામા અને રણજીત દેગામા હાજર નહિ મળી આવતા પોલીસ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ કલમ મુજબ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,554

TRENDING NOW