Sunday, May 4, 2025

મોરબીના લાલપર ગામ નજીક દુકાનમાં થયેલ લોખંડ પાઈપની ચોરીનો ભેદ ઉકેલાયો: 2ની ધરપકડ

Advertisement
Advertisement
Advertisement

મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં બનેલ ચોરીના બનાવનો ભેદ ઉકેલી બે ઇસમોને પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં લાલપર ગામ નજીક આવેલ દુકાનની બહાર રાખેલ પેડેશન બનાવવા માટેના નાના-મોટા લોખંડના પાઇપ નંગ-૦૪ આશરે ૪૮૦ કિલો ગ્રામ વજનના (કિં.રૂ.૧૮.૨૪૦) તથા લોખંડના કન્વેનર ડ્રમ નંગ-૦૨ આશરે ૧૩૦ કિ.ગ્રા વજનના (કિં.રૂ.૧૦,૦૦૦) તથા લોખંડનો આશરે ૧૪૦ કિ.ગ્રા.નો કેબ્રિકેશનનો સેટ-૦૧ (કિં.રૂ.૬,૦૦૦)નો મળી કુલ રૂ.૩૪,૨૪૦ ના મત્તાની કોઇ અજાણ્યો ઇસમ ચોરી કરી લઇ ગયેલ હોય જે અંગે ફરિયાદ નોંધાઈ હતી.

જે અનડીટેકટ ગુન્હો સત્વરે શોધી કાઢવા સારૂ અલગ અલગ ટીમો બનાવી કાર્યરત કરેલ તે દરમ્યાન પો.હેડ કોન્સ, યોગીરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા તથા પો.કોન્સ. દિવ્યરાજસિંહ જાડેજા તથા જયદીપભાઇ પટેલને બાતમી હકીકત મળેલ હતી કે, ઉપરોકાત ગુન્હાના કામે ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે એક ઇકો કાર જેના આગળના કાચ ઉપર ગુજરાતીમાં લાલ અક્ષરે “નંદની” લખેલ છે. તે કાર રફાળેશ્વરથી જાંબુડીયા તરફ પસાર થનાર છે. તેવી ચોકકસ બાતમી આધારે પો.સ.ઇ. આર.એ.જાડેજાઓ સર્વેલન્સ સ્ટાફ સાથે જાંબુડીયા પુલ પુરો થતા સર્વિસ રોડ ઉપર જુદી જુદી ટીમો સાથે વોચ તપાસમાં હતા.

તે દરમ્યાન ઇકો કાર આવતા તેને રોકવા જતા કાર ચાલક કાર લઇ ભાગવા જતા તેનો પીછો કરી કારને આંતરી ઉભી રખાવતા કારમાંથી ચોરીમાં ગયેલ મુદ્દામાલ મળી આવતા કારમાં સવાર ઇસમોની સઘન પુછપરછ કરતા ગુન્હાની કબુલાત આપી હતી. અને આરોપી અનિલ પરબતભાઇ ચાવડા, પવન પરબતભાઇ ચાવડા (રહે. બંને હાલ-જાંબુડીયા બ્રીજ પાસે, એસ્સાર પંપ પાસે, શ્રીરામ કારખાનાની ઓડીમાં, તા.જી.મોરબી, મુળ રહે. હરીપુરા, તા.દશાડા, જી.સુરેન્દ્રનગર) વાળાને ઝડપી મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ પો.સ.ઇ. ડી.વી.ડાંગર નાઓ ચલાવી રહેલ છે. અને બાકીનો મુદ્દામાલ રીકવર કરવા કાર્યવાહી હાથ ધરેલ છે.

Related Articles

Total Website visit

1,502,728

TRENDING NOW