મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા સાહેબની સુચના મુજબ પ્રોહિબીશન તથા જુગારનાં ગણનાપાત્ર કેશો શોધી કાઢવા સારૂ સુચના થઇ આવેલ હોય સુચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષક રાધીકા ભારાઇએ પ્રોહિ. જુગારની ડ્રાઇવ રાખેલ હતી. જે ડ્રાઇવ અન્વયે વી.એલ પટેલ પોલીસ ઇન્સપેક્ટર તથા પો.સબ.ઇન્સ. એલ એન.વાઢીયાઓ પોલીસ સ્ટાફના સાથે પેટ્રોલીંગમા હતા.
તે દરમ્યાન પો.કોન્સ કલ્પેશભાઇ ગાંભવા તથા પો.કોન્સ. ભરતભાઇ ખાંભરાની બાતમી આધારે આરોપીને લગધીરપુર રોડ ઉપર આવેલ તેના રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાંડની ૭૫૦ મીલીની કાચની કંપની શીલપેક બોટલો નંગ.૨૪૫ (કિં.રૂ.૧,૪૫,૫૫૦)ની તથા બીયર ટીન નંગ-૪૮ (કિ.રૂ.૪,૮૦૦) મળી કુલ રૂ.૧,૫૦,૩૫૦ નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી શામજીભાઇ રધુભાઇ સારલા (રહે. લગધીરપુર રોડ મફીયાપરા વિસ્તાર શિવાજી કારખાના સામે મોરબી-૨)ને ઝડપી લીધો હતો. આરોપી વિરૂધ પ્રોહીબીશન કલમ હેઠળ ગુનો નોંધી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ કામગીરીમાં પો.સ.ઇ. એલ એન.વાઢીયા તથા પો.હેડ.કોન્સ દિનેશભાઇ બાવળીયા, ભગવાનભાઇ ખટાણા, વનરાજભાઇ ચાવડા, પો.કોન્સ. દેવશીભાઇ મોરી, કલ્પેશભાઇ ગાંભવા, ભરતભાઇ ખાંભરા, કેતનભાઇ અજાણા, પ્રદિપસિહ ઝાલા, ઇકબાલભાઇ સુમરા, રમેશભાઇ મુંધવા, ધર્મેન્દ્રભાઇ રાંકજા, જોરૂભા રાઠોડ, ચંદ્રસિંહ પઢિયાર, સંજયભાઇ લકુમ, કિર્તીસિંહ જાડેજા એમ પોલીસ સ્ટાફ રોકાયેલ હતા.