Monday, May 5, 2025

મોરબીના લક્ષ્મીનગર પાસે ટ્રક નીચે પડતું મુકતા અજાણ્યા પુરુષનું મોત : મૃતકની ઓળખ આપવા પોલીસની અપીલ

Advertisement
Advertisement
Advertisement

મોરબી માળીયા હાઈવે પર લક્ષ્મીનગર ગામ નજીક નવદુર્ગા હોટેલ પાસે ગઈકાલે મંગળવારે સવારે ટ્રક નીચે પડતું મુકતા અજાણ્યા પુરુષનું મૃત્યુ થયું હતું જે અજાણ્યા પુરુષના સગા સંબંધીને શોધવા તજવીજ હાથ ધરી છે અને મૃતકને કોઈ ઓળખતું હોય તો મોરબી તાલુકા પોલીસ મથકનો સંપર્ક કરવા પોલીસે અપીલ કરી છે.

મૃતક શરીરે મધ્યમ અને બાંધો વાન ઘઉં વર્ણો છે. મૃતકે શરીરે દુધિયા કલરનો આખી બાયનો શર્ટ અને નીચે બ્લુ કલરનું જીન્સનું પેન્ટ પહેરેલ છે. છાતી ઉપર જમણી બાજુએ હિન્દીમાં “મર્દ” લખેલ છે, જમણા હાથમાં ખભા પાસે “શિવલિંગ” દોરેલ છે અને જમણા હાથના પોચા ઉપર દિલમાં અંગ્રેજીમાં K.S. લખેલ છે. મરણ જનારના સગા સંબંધી અંગે કોઈ માહીતી મળેલ ના હોવાથી મૃતકની લાશ હાલ મોરબી સરકારી હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવેલ છે તો આ મૃતકની ઓળખ થયે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ટેલીફોન નંબર ૦૨૮૨૨-૨૪૨૫૯૨ અથવા મો. નં. ૯૪૦૯૪૯૦૧૭૭ પર જાણ કરવા અપીલ કરવામાં આવી છે.

Related Articles

Total Website visit

1,502,752

TRENDING NOW