મોરબીની રવાપર ચોકડીએ આવેલ શર્માજી નાસ્તા હાઉસ નામની દુકાન પાસે જાહેરમાં બેસીને નોટ નંબરીંગનો જુગાર રમી રહેલા ત્રણ ઇસમો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ મોરબીના રવાપર ચોકડી પાસે આવેલ શર્માજી નાસ્તા હાઉસની દુકાનમાં નોટ નંબરીનો જુગાર રમતા રમજાન જુસબ ચાનીયા (રહે. મકરાણીવાસ), સચિન ગણપત બામરોની (રહે.કાલીકા પ્લોટ ઇન્ડિયા પાન પાસે મોરબી) અને મોહસીન મનસુર બલોચ મકરાણી (રહે.નાની બજાર ત્રીકમરાયજી મંદિર પાસે મોરબી)ને રોકડ રકમ રૂ.5000 સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમે ઝડપી લીધા હતા. ત્રણેય આરોપી વિરૂધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.