Saturday, March 14, 2026

મોરબીના રવાપર ચોકમાં શહેરમાં જુગાર રમતા પાંચ જુગારીઓ ઝડપાયા.

Advertisement
Advertisement
Advertisement

મોરબીના રવાપર ચોકમાં શહેરમાં જુગાર રમતા પાંચ જુગારીઓ ઝડપાયા.

મોરબીમાં રવાપર ચોકમા જાહેરમાં પત્તાં ટીચતાં ૫ જુગારીઓની સીટી એ ડીવીઝન પોલીસની ટીમે અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમી મળી હતી કે, રવાપર ચોકમા હનુમાનજી મંદીર પાસે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે દરોડો પાડતા જ્યાં જુગાર રમતા નીરવભાઇ અશોકભાઇ ગંદા, સુરેશભાઇ નાનજીભાઇ મિયાત્રા, હસમુખભાઇ ખોડાભાઇ મુંધવા, પ્રજ્ઞેશભાઇ ઉર્ફે રઘો રમેશભાઇ ગોઠી અને નિર્મળભાઇ ભગવાનજીભાઇ બરબસીયાને રોકડ રકમ રૂપિયા ૨૫૫૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

આ કામગીરીમાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસના પી આઈ એચ.એ.જાડેજા,પી એસ આઈ કે.એચ.ભોચીયા, આર.પી.રાણા, કિશોરભાઇ મિયાત્રા,ચકુભાઇ કરોતરા, સિધ્ધરાજસિંહ જાડેજા ,સિધ્ધરાજભાઇ લોખીલ, અરજણભાઈ ગરીયા, હિતેષભાઇ ચાવડા, તેજાભાઇ ગરચર,ધર્મેન્દ્રભાઇ વાધડીયા,આશીષભાઇ ડાંગર જોડાયા હતા.

Related Articles

Total Website visit

1,597,010

TRENDING NOW