મોરબીના રફાળેશ્વર ચોકડી ખાતેથી દેશીદારૂનો મસમોટો જથ્થો ભરેલ મારૂતી સ્વીફટ કાર ઝડપાઈ
મોરબી: મોરબી તાલુકાના રફાળેશ્વર ચોકડી ખાતેથી દેશીદારૂનો મસમોટો જથ્થો ભરેલ મારૂતી સ્વીફટ કારને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી છે.
નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ નાઓએ પ્રોહી જુગાર અંગેની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા પરોહી,જુગારની ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે અન્વયે પોલીસ અધિક્ષક મોરબી જીલ્લા નાઓની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક મોરબી વિભાગ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ વધુમાં વધુ પ્રોહી જુગારના કેસો શોધી કાઢી ડ્રાઇવ દરમ્યાન અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય
જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેકટર મોરબી તાલુકા પોલીસ સ્ટેશન નાઓના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલને મળેલ બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેકટર વાળા નાઓએ સર્વેલન્સ સ્ટાફ
સાથે મોરબી તાલુકાના રફાળેશ્વર ચોકડી પાસેથી ૫૦૦ લીટર દેશી દારૂ ભરેલી સ્વીફટ કાર સહીત
૨,૧૦,૦૦૦/- મુદામાલ સાથે પકડી પાડી પ્રોહીબિશન ધારા હેઠળ ગુન્હો રજી. કરી માગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
પકડવાનો બાકી આરોપી: કમલેશભાઈ ધીરૂભાઈ ઉઘરેજીયા રહે ડાકવડલા તા. ચોટીલા, જી.સુરેન્દ્રનગર