મોરબીના રફાળેશ્વર ગામે મિત્રને ઝઘડામાં છુટા પડાવેલ જેનો ખાર રાખી યુવાનને બે શખ્સોએ માર માર્યો
મોરબી: મોરબીના રફાળેશ્વર ગામે આંબેડકરનગર ખાતે યુવાનના મીત્રને પંદર દિવસ પહેલાં આરોપી સાથે ઝઘડો થયેલ બંનેને યુવાને છુટા પડાવેલ જે વાતનો ખાર રાખી યુવાનને બે શખ્સોએ માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ભોગ બનનાર યાવાને મોરબી તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે આંબેડકરનગરમાં રહેતા ભાવેશભાઇ ઉર્ફે રાધે કિશોરભાઈ સુમેસરા (ઉ.વ.૨૬) એ આરોપી ગૌતમભાઈ જયંતીભાઈ મકવાણા રહે. લીલાલપર તા.જી. મોરબી તથા પ્રફુલભાઇ બચુભાઈ સોલંકી રહે. મચ્છુનગર તા.જી. મોરબી વાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૪-૧૧-૨૦૨૨ ના રોજ ફરીયાદીના મિત્ર યતીશભાઇ બાબુભાઇ મુછડીયા સાથે આરોપી પ્રફુલભાઇ બચુભાઇ સોલંકીને આજથી પંદરેક દીવસ પહેલા ઝઘડો થયેલ હોય જેથી બંનેને ફરીયાદીએ છુટા પડાવેલ હોય જે વાતનો ખાર રાખી ફરીયાદીને આરોપી પ્રફુલભાઇ બચુભાઇ સોલંકીએ ફરીયાદીને ડાબા હાથમા લાકડાના ધોક્કા વડે મુઢ ઇજા કરેલ તેમજ આરોપી ગૌતમભાઇ જ્યતીભાઇ મકવાણાએ નાઓએ ઢીક્કાપાટુનો માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ભાવેશભાઇએ આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.