મોરબીના રફાળેશ્વર ગામે તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઝડપાયા
મોરબી: મોરબી તાલુકાના રફાળેશ્વર ખોડીયાર માતાજી મંદિર પાસે તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમોને મોરબી તાલુકા પોલીસે પકડી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે ખોડીયાર માતાજી મંદિર પાસે તીનપત્તીનો જુગાર રમતા આરોપી અનિલ ભાઇ ખાતુભાઇ ઘુમોડ, કૈલાસભાઇ ડેલસિંગ રાઠોડ, રાકેશ બાથુભાઇ હામોડ, ટીટાભાઇ પીઠીયાભાઇ હામોડ, ભારતભાઇ વરસીંગભાઇ મકવાણા રહે. બધા રફાળેશ્વર, ખોડીયાર માતાજીના મંદિર પાસે, તા.જી.મોરબી વાળાને રોકડ રકમ રૂ.૧,૦૮૦ના મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે પકડી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.