મોરબીના રંગપર ગામની સીમમાં પાવડીયારી કેનાલ ઉપર પાવન મિનરલ્સ નજીકથી રિક્ષામાંથી ઈંગ્લિશ દારૂની 20 બોટલો ઝડપાઇ છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જે.પી.વસીયાણી સહિત પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન મોરબીના રંગપર ગામની સીમમાં પાવડીયારી કેનાલ ઉપર પાવન મિનરલ્સ નજીકથી પસાર થતી CNG રિક્ષા નં.GJ36-U-4021ની તલાસી લેતા રિક્ષામાંથી ઇંગ્લિશ દારૂની બોટલ બોટલ નંગ.20 (કિં.રૂ.7500) તથા રિક્ષા સહિત કુલ કિં.રૂ.77500 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. તેમજ આરોપી નિલેશભાઈ કનુભાઇ મહલીયા (રહે.ખાખરેચી તા.માળિયા જી.મોરબી), કરન લાલુભાઈ થરેશા (રહે.બન્ને ખાખરેચી તા.માળિયા જી.મોરબી)ને ઝડપી લીધા હતા. હાલ બન્ને આરોપીના કોવિડ-19 ટેસ્ટ કરાવવા બાકી હોય જેથી પોલીસે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે