Saturday, March 7, 2026

મોરબીના રંગપર ગામે ગ્રેવીટી સિરામિક કારખાનામાં ઉંચાઇ પરથી પડી જતાં શ્રમિકનું મોત

Advertisement
Advertisement
Advertisement

મોરબીના રંગપર (બેલા) ગામ નજીક આવેલ ગ્રેવીટી સિરામિક કારખાનામાં ઉંચાઇ પરથી પડી જતાં શ્રમિકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબીના રંગપર (બેલા) ગામે આવેલ ગ્રેવીટી સિરામિક કારખાનામાં રહીને કામ કરતો રમેશભાઈ ભુદરભાઈ ધુધ (ઉ.વ.32) નામનો શ્રમિક યુવાન કામ કરતી વેળાએ ગત તા.25ના રોજ કંપનીની નજીક 10 ફૂટની ઉંચાઇએથી પડી જતાં ઇજા પહોંચી હતી. જેથી મોરબીની ખાનગી હોસ્પીટલમાં ખેસડાવામાં આવ્યો હતો. જ્યાંથી વધુ સારવાર અર્થે રમેશને રાજકોટ અને ત્યારબાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોકલાવાયો હતો. જ્યાં તેનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,075

TRENDING NOW