મોરબી : ગુજરાતના અનેક વિસ્તારોને તૌક્તે વાવાઝોડાએ ધમરોળી નાખ્યા છે ત્યારે તે વિસ્તારોમાં રહેતા લોકોને બે ટંક જમવાના પણ ફાંફા પડતા હોય છે. જેથી અનેક સેવાકીય સંસ્થાઓ આગળ આવતી હોય છે તે જ રીતે ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે અને આહીર રેજીમેન્ટ માટે તા. 11-01-2021 થી દિલ્લી ખાતે શાંતિપુર્ણ આંદોલન ચલાવી રહેલ આહીર અર્જુનભાઈ આંબલીયાની મોરબીની ટીમ દ્વારા વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારના લોકો માટે ફુલ નહીં તો ફુલની પાંખડી રૂપે રાહત સામગ્રી પહોંચાડવા મોરબીથી ગાડી જવાની છે.
જેથી મોરબીના જે કોઈ લોકો રાશનકિટ, ચાર્જીંગ લાઈટો, ડી.સી મો. ચાર્જરો, બેટરીઓ, મિણબતીઓ, દળાવેલ લોટ, બટાકા, કઠોળ, સુકો નાસ્તો, મેડિકલ કીટ જેવી વસ્તુઓ આપવા માંગતા હોય તો આવતીકાલે તા. 21 ના રોજ સવારે 7 થી સાંજના 7 વાગ્યા સુધી ડિલક્સ પાન, નવા બસ સ્ટેન્ડ, મોરબી તથા મહારાણા પ્રતાપ સર્કલ, મોરબી-2 ખાતે કાંઈપણ વસ્તુઓ તથા આર્થિક અનુદાન આપી શકો છો. તેમજ વધુ માહિતી માટે લાલાભાઈ જીલરીયા મો.90676 00096, જીવણભાઈ રબારી મો.97371 74000, રામભાઈ મિયાત્રા મો.98251 09184 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું હતું.