Monday, May 5, 2025

મોરબીના માધાપરમાં થયેલ ફાયરિંગ બાબતે એક આરોપીની ધરપકડ: બે આરોપી સગીરવયના હોવાનું ખુલ્યું

Advertisement
Advertisement
Advertisement

મોરબીના માધાપરમાં થયેલ ફાયરિંગ બાબતે એક આરોપીની ધરપકડ: બે આરોપી સગીરવયના હોવાનું ખુલ્યું

મોરબી: મોરબીના માધાપર શેરી નં-19મા ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતે થયેલ ઝઘડામાં બે રાઉન્ડ ફાયરિંગ કરવા બાબતે ભોગ બનનાર સંગ્રામસિંહ જાડેજા દ્વારા છ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદીના આધારે ગણતરીની કલાકોમાં પોલીસે એક આરોપી ઝડપી લઈ અને બે સગીર વયના બાળકને હસ્તગત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મોરબીના અંબિકા રોડ ઉપર રહેતા સંગ્રામસિંહ જોરુભા જાડેજાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કુલ છ શખ્સો સામે ફરીયાદ નોંધાવી હતી જેથી ફરીયાદના આધારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે છ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદાના સંઘર્ષમાં આવેલ બે બાળ આરોપીઓને હસ્તગત કરેલ છે. તેમજ કિશન કોળીની ધરપકડ કરી છે અને ફાયરિંગ કરવામાં ઉપયોગ કરવામાં આવેલ ગેરકાયદેસર પિસ્તોલ પણ કબ્જે કરવામાં આવી છે તેમજ અન્ય આરોપી તુલસી ઈજાગ્રસ્ત થયો હોવાથી તેને હાલ સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે તેમજ અન્ય બે અજાણ્યા આરોપી કોણ હતા તે આરોપી તુલસી સંખેશરિયાની ધરપકડ થયા બાદ પૂછપરછ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Related Articles

Total Website visit

1,502,749

TRENDING NOW