મોરબીના માધાપર શેરી નંબર – ૨૨ના નાકા પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઇસમોનેં મોરબી સીટી એ ડીવીઝન પોલીસે પકડી પાડેલ છે.
મળતી માહિતી મુજબ માધાપર શેરી નંબર – ૨૨ના નાકા પાસે તીનપત્તીનો જુગાર રમતા આરોપીઓ સતીષભાઇ ધીરજલાલ ગણેશીયા, ચેતનભાઇ કિરીટભાઇ ગોહેલ અને મનીષભાઇ દેવકરણભાઇ ખાણધરને રોકડ રકમ રૂ.૪૫૫૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.