મોરબીની હાલને કોરોના કોવિડ-19 ની પરિસ્થિતિને અનુલક્ષીનેને મોરબી-માળિયાના માજી ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ મોરબીના વિવિધ આરોગ્ય કેન્દ્રોની મુલાકાત લીધી હતી. જેમાં મોરબી તાલુકાના જેતપર (મ.) ગામના આરોગ્ય કેન્દ્રની અને રંગપર ગામના આરોગ્ય કેન્દ્ર ની મુલાકાત લઇ તાગ મેળવ્યો હતો. સાથે રંગપર ગામના સરપંચને માજી ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા રોકડ રકમની સહાય કરવામાં આવેલ હતી. તેમજ માળીયા તાલુકાના જુના ઘાંટીલા ગામના આરોગ્ય કેન્દ્ર ની મુલાકાત લીધી હતી. તદઉપરાંત દરેક આરોગ્ય કેન્દ્ર પર રોકડ 25 હજારની રકમ સરપંચનેે આપેલ હતી. અને જરૂર જણાય ત્યાં સેવાના કાર્યમાં હમેશા ખડેપગે રહી મોરબીની પ્રજા માટે સેવાનું કામ કરતો રહીશ તેમ કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું હતું.
