મોરબી સિટી બી ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના સામાકાંઠે આવેલ મહેન્દ્રનગર ચોકડી પાસે જાહેરમાં વર્લી ફિચરના આંકડા લખી જુગાર રમી રમાડતા આરોપી વિમલભાઈ વલ્લભદાસ વાગડીયા (ઉ.વ.૪૬) રહે. ભવાની ચોક વિશ્વકર્મા મંદિર પાળી શેરી મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૧૪૫૦ નાં મુદામાલ સાથે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.