Monday, March 16, 2026

મોરબીના મકનસર ગામે ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા મહીલાનુ મોત

Advertisement
Advertisement
Advertisement

મોરબીના મકનસર ગામે ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા મહીલાનુ મોત

મોરબી: મોરબીના મકનસર ગામની સીમમાં વીરજીભાઈની વાડીમાં કામ કરતા હોય ત્યારે અચાનક ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા મહીલાનુ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ મોરબીના રફાળીયા ગામે રહેતા રાજુબેન ભુપતભાઇ ગમારા (ઉ.વ.૩૩) ને ગત તા. ૦૬-૧૦-૨૦૨૨ ના રોજ સવારના નવ વાગ્યાની આસપાસ વીરજીભાઈની વાડીમાં મકનસર ગામની સીમમાં કામ કરતા હતા તે દરમ્યાન અચાનક ઈલેક્ટ્રીક શોક લાગતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,597,712

TRENDING NOW