મોરબીના ભરતનગર ગામે બાઈક ધીમે ચલાવવાનુ કહેતા યુવક પર બે શખ્સોએ કોસ વડે કર્યો હુમલો
મોરબી: મોરબી તાલુકાના ભરતનગર ગામની સીમ ખોખરા હનુમાન રોડ ઉપર ખોખરા હનુમાનથી થોડેક આગળ મોટરસાયકલ ધીમે ચલાવ એક્સીડન્ટ થશે તેમ કહેતા બે શખ્સોએ યુવક પર ટ્રેક્ટરના લોઢીયાની કોસ વડે હુમલો કર્યો હોવાની ભોગ બનનારે મોરબી તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના બેલા (રંગપર) ગામમાં રહેતા ધર્મેન્દ્રભાઈ ઉર્ફે મોતીભાઈ પુંજાભાઈ કરોતરા (ઉ.વ.૩૮)એ આરોપી મયુરસિંહ પોપટભા ઝાલા રહે. હરીપર કેરાળા ગામ. તા.મોરબી તથા યશરાજ સિંહ દશરથસિંહ ઝાલા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૬-૧૦-૨૦૨૨ ના રોજ બપોરના ચારેક વાગ્યાના અરસામાં ફરીયાદીએ આરોપી મયુરસિંહ ને મોટરસાયકલ ધીમે ચલાવ કોઇકનું એકસીડન્ટ થશે તેમ કહેતા આરોપી મયુર સિંહ અને યશરાજ સિંહ બંન્ને એ ફરીયાદીને જેમ ફાવે તેમ મા-બેન સમી ગાળો આપીને આરોપી મયુર સિંહ અને યશરાજ સિંહ બંન્નેએ ફરીયાદીને માથાના ભાગે ટ્રેકટરના લોઢીયાની કોસ મારતા ફરીયાદીને માથાના ડાબા ભાગે ચીરો પાડી દઇ તથા માથાના ડાબા ભાગે ફ્રેકચર કરી તેમજ માથાના જમણા ભાગે હેમરેજ જેવી ગંભીર ઇજા પહોંચાડી હોવાની ભોગ બનનાર ધર્મેન્દ્રભાઈ એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.