મોરબી: મોરબીના ભરતનગર મફતીયાપરા વિસ્તારમાં પતી પત્નીએ ગળાફાંસો ખાઇ લેતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે નોંધ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના ભરતનગર મફતીયાપરા વિસ્તારમાં રહેતા અનીલભાઈ ગાંડુંભાઈ રાઠોડ તથા લલીતાબેન અનીલભાઈ ગાંડુંભાઈ રાઠોડએ ગઈકાલે બન્ને પતી પત્નીએ કોઈ અગમ્ય કારણસર ગળાફાંસો ખાઇ લેતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.