Sunday, March 8, 2026

મોરબીના ભડીયાદ કાંટા પાસેથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ

Advertisement
Advertisement
Advertisement

મોરબીના ભડીયાદ કાંટા પાસેથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ

મોરબી: મોરબીના ભડીયાદ કાંટા પાસે સમાજવાડી ની બાજુમાંથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના ભડીયાદ કાંટા પાસે રામદેવનગર મકાન નં -૨૭ મા રહેતા ખીમજીભાઈ રવજીભાઈ પરમાર એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીનુ હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નંબર -જીજે-૦૩-એફ.બી-૦૩૯૦ વાળુ જેની કિંમત રૂ.૨૫,૦૦૦ વાળુ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,097

TRENDING NOW