Saturday, May 3, 2025

મોરબીના બેલા ગામ નજીક રાધે પ્લાસ્ટિક કારખાનાની ઓફિસમાં જુગાર રમતા છ ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

મોરબી એલસીબી પોલીસને મળેલ ખાનગી બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં તળાવીયા શનાળા જવાના રસ્તે આરોપી કલ્પેશભાઈ ડાયાભાઇ કારાવડીયા ના કબ્જા ભોગવટા વાળા રાધે પ્લાસ્ટિક કારખાનાની ઓફિસમાં તીનપત્તીનો જુગાર રમતા ૦૬ ઇસમો કલ્પેશભાઇ ડાયાભાઇ કારાવડીયા (ઉવ-૩૮) હાલ રહે.મોરબી નાની કેનાલ રોડ, અવધ-૨ નવા બસસ્ટેન્ડ પાસે, મોરબી મુળ રહે.હરીપર (કે) તા.જી.મોરબી, જીતેન્દ્રભાઇ અંબારામભાઇ ફેફર (ઉવ-૪૨) રહે.મહેન્દ્રનગર ક્રાંતિજયોત સી-૧, બ્લોક નંબર-૬૦૨ તા.જી.મોરબી, સંજયભાઇ રામજીભાઇ કાસુન્દ્રા (ઉવ-૪૦) રહે. મોરબી રવાપર રોડ, ઉમીયા નગર સોસાયટી, રામકૃપા એપાર્ટમેન્ટ, બીજો માળ, બ્લોક નં.૨૦૩, મનસુખભાઇ ત્રિભોવનભાઇ દેત્રોજા (ઉવ-૫૦) રહે. મહેન્દ્રનગર પ્રભુકૃપા ટાઉનશીપ બ્લોક નંબર.બી-૧, તા.જી.મોરબી મુળ રહે.જુના ધનશ્યામગઢ તા.ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર, અમીતકુમાર દિપકભાઇ ગઢીયા (ઉવ-૨૬) રહે.જુના ધાટીલા તા.માળીયા મિંયાણા, ગોપાલભાઇ વાલજીભાઇ પરમાર (ઉવ-૩૯ રહે. જુની પીપળી તા.જી. મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૬,૧૯,૦૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તમાંમ આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,708

TRENDING NOW