મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં સી.અને.જી પેટ્રોલપંપની સામેથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે બે ઈસમોને મોરબી તાલુકા પોલીસે પકડી પાડેલ છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં સી.અને.જી પેટ્રોલપંપની સામેથી આરોપી મકસુદ મહમદભાઇ નકુમ (રહે. જુના બસ સ્ટેશન પાછળ દરગાહની બાજુમાં. મોરબી) તથા આસિફ ઈસ્માઈલભાઈ ચાનીયા (રહે. સર્કિટ હાઉસ સામે ભરતનગર. મોરબી) ને પોતાના કબ્જાવાળા હિરો હોન્ડા સ્પ્લેન્ડર મોટરસાયકલ રજી નં- GJ-36-K-5408 (કિં.રૂ. ૨૦,૦૦૦) વાળામા વેચાણ કરવાના ઈરાદે રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૧ (કિં.રૂ.૩૭૫) મળી કુલ રૂ. ૨૦,૩૭૫ ના મુદ્દામાલ સાથે બંન્ને આરોપીઓને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડેલ છે. આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





