મોરબીના બીલાયા ગામની સીમમાં કેનાલમાં પડી ડુબી જતાં આધેડનું મોત
મોરબી: બીલીયાથી બરવાળા ગામ તરફ જતા રસ્તે બીલીયા ગામની સીમમાં આવેલ ચાર કુંડી મચ્છુ કેનાલમાં પડી ડુબી જતાં આધેડનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ રફીકભાઈ ગનીભાઈ ચૌહાણ ઉવ.૫૫ રહે-પંચાસર રોડ તા.જી.મોરબી વાળા બીલીયા થી બરવાળા ગામ તરફ જતા રસ્તે ચાર કુંડી બીલીયા ગામની સીમમાં મચ્છુ કેનાલમાં પડી ડુબી જતા રફીકભાઈનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.