મોરબી તાલુકાના બંધુનગર ગામ પાસે તુલશી પેટ્રોલપંપની નજીક શ્રીરામ ટ્રાન્સપોર્ટની ઓફીસમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીને મોરબી તાલુકા પોલીસ ટીમે પકડી પાડેલ છે.
મોરબી પોલીસ ઇન્સ્પેકટર એમ.આર.ગોઢાણીયાએ સર્વેલન્સ સ્ટાફના પો.હેડ કોન્સ. યોગીરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ રવિરાજસિંહ ઝાલાને મળેલ બાતમી આધારે ડી.વી.ડાંગર તથા સ્ટાફે મોરબી તાલુકાના બંધુનગર ગામ પાસે, તુલશી પેટ્રોલપંપની બાજુમાં, તુલશી કોમ્પલેક્ષ, ભક્તિ રોડ લાઇન્સ લખેલ દિપકભાઇ પ્રમોદભાઇ શિવપુરાના કબ્જા ભોગવટાવાળી શ્રીરામ ટ્રાન્સપોર્ટની ઓફીસમાં રેડ કરી જુગાર રમતા દિપકભાઇ પ્રમોદભાઇ શિવપુરા (રહે. સૂર્યકિર્તી-૦૧, ઋષિકેશ સ્કુલની બાજુમાં, મોરબી-૦૨), ઠાકરશીભાઇ ગોપાલભાઇ સોલંકી (રહે. ગોપાલ સોસાયટી, મોરબી-૦૨) ક્રિપાલભાઇ ગંભીરદાન બારહટ (રહે. અમૃતપાર્ક, નવલખીરોડ, તા.જી.મોરબી) કાસીફભાઇ મહમદગુલાબ (રહે. સો-ઓરડી, સેવા સદન સામે, મોરબી-૦૨) કરશનભાઇ લાલાભાઇ મુંધવા (રહે, રાણેકપર, તા.વાંકાનેર, જી.મોરબી)ને કુલ રૂ.૬૮,૦૦૦ ના મુદ્દામાલ સાથે પાંચેય પત્તાપ્રેમીને ઝડપી લીધા હતા. પાંચેય વિરૂધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ કામગીરીમાં પો.સ.ઇ.ડી.વી.ડાંગર તથા પોલીસ હેડ કોન્સ. સુરેશભાઇ હુંબલ તથા જયસુખભાઇ વસીયાણી તથા યોગીરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ. જયદીપભાઇ પટેલ તથા ફતેસંગ પરમાર તથા રવિરાજસિંહ ઝાલા નાઓ દ્વારા આ કામગીરી કરવામાં આવેલ છે.