Friday, March 13, 2026

મોરબીના બંધુનગર ગામ નજીક નોટ નંબરીનો જુગાર રમતા 4 ઝડપાયાં

Advertisement
Advertisement
Advertisement

મોરબી: મોરબી તાલુકાના બંધુનગર ગામ નજીક નોટ નંબરીનો જુગાર રમતા ૪ શખ્સોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના બંધુનગર ગામ નજીક તુલસી પેટ્રોલપંપની બાજુમાં , તુલસી કોમ્પલેક્ષ સામે નોટ નંબરીનો જુગાર રમતા આરોપી દિપકભાઈ પ્રમોદભાઇ સિધ્ધપુરા (ઉ.વ.૪૭.રહે. સુર્યકિર્તીનગર-૦૧, ઋષિકેશ વિદ્યાલય પાસે. મોરબી-૦૨), રાજુભાઈ મથુરાપ્રશાદ કાછી (ઉ.વ.૪૫.રહે. લવકુશનગર,મડાહા જી.છતરપુર. મધ્યપ્રદેશ), કરશનભાઈ લાલાભાઈ મુંધવા (ઉ.વ.૩૦.રહે. રાણેકપર. તા. વાંકાનેર), તથા કાસીફભાઈ મહમદગુલાબ શેખ (ઉ.વ.૩૫.રહે. સો ઓરડી સેવા સદન સામે. મોરબી)નેં કુલ રોકડ રકમ રૂ. ૧૧,૨૪૦ સાથે મોરબી તાલુકા પોલીસે પકડી પાડેલ છે. આરોપી વિરુદ્ધ જુગારધારા હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,588

TRENDING NOW