મોરબી: મોરબીના બંધુનગર ગામની સીમમાં માટેલીયા નદીમાં ડુબી જવાથી અજાણ્યા પુરૂષનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના બંધુનગર ગામની સીમમાં આવેલ માટેલીયા નદીમાં ગત તા.૦૩ના રોજ કોઈ પણ સમયે માછલી પકડવા ઉતરેલ અજાણ્યા પુરૂષનું પાણીમાં ડુબી જવાથી મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.