
મોરબીના ફડસર ગામે પરણીત યુવતીએ બાથરૂમ ક્લિનર પ્રવાહી પી જતાં સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબીના ફડસર ગામે રહેતી ગીતાબેન નાગરાજભાઇ બાળા (ઉ.વ.22) નામની યુવતીએ ગત તા.02 ના રોજ પોતાના ઘરે કોઈ કારણોસર બાથરૂમ ક્લિનર પ્રવાહી પી જતાં ઝેરી અસર થય હતી. જેથી યુવતીને સારવાર અર્થે મોરબીની ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી. પોલીસ સુત્રોથી મળતી વિગતો મુજબ ગીતાબેન બાળાનો લગ્ન ગાળો એક વર્ષનો છે. અને સંતાન કાંઇ ન હોય અને સાસુ સસરા સાથે રહે છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી યુવતિએ ક્યા કારણોસર આ પગલું ભર્યું તે દિશામાં વધુ તપાસ ASI એન.જે.ખડીયા ચલાવી રહ્યા છે.