મોરબીની પાવડીયારી કેનાલ પાસે દેશી દારૂ સાથે પોલીસે એક ઈસમને ઝડપી પાડ્યો છે. તો અન્ય આરોપીનું નામ ખુલતા આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન જેતપર રોડ પાવડીયારી કેનાલ પાસેથી આરોપી વીરસીન પુંજાભાઈ ગોહિલ (રહે.પાવડીયારી કેનાલ પાસે તા. મોરબી મૂળ એમપી વાળા)ને દેશી દારૂ અને રોકડ સહીત ૨૮૦૦ ના મુદામાલ સાથે ઝડપી પાડ્યો છે. અન્ય આરોપી તૈયબ ગુલામ માણેક (રહે.શિકારપુર તા.સામખીયારી કચ્છ) વાળાનું નામ ખુલતા પોલીસે તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.