મોરબી: મોરબીના પંચાસર રોડ પરથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પકડી પાડેયો છે.
મળતી માહિતી મુજબ મોરબીના પંચાસર રોડ પર રહેતા આરોપી કાંતીભાઈ ઉર્ફે પીન્ટુ લલીતભાઈ વીઠલાપરા (ઉ.વ.૩૦)ને પંચાસર રોડ પર આવેલ ગીતા ઓઈલ મીલ નજીક ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૦૧ (કિં.રૂ.૩૦૦) સાથે પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.