Sunday, May 4, 2025

મોરબીના નેહરુ ગેટ વિસ્તારમાં આવેલ શૌચાલય તાત્કાલિક ધોરણે શરૂ કરવાની માંગ સાથે લેખિતમાં રજૂઆત કરતા સામાજિક કાર્યકરો

Advertisement
Advertisement
Advertisement

એક તરફ પ્રધાનમંત્રી મોદી ઘર ઘર શૌચાલયની વાત કરતા હોય ત્યારે મોરબી શહેરમાં તેના વિપરીત જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે મોરબીના નેહરુ ગેટ વિસ્તારમાં ખંડેર હાલતમાં પડેલ સૌચાલય ને રીપેર કરવા માટે અને તાત્કાલિક ધોરણે શરૂ કરવા માટે મોરબીના સામાજિક કાર્યકરોએ રજૂઆત કરી છે

મોરબીના નહેરૂ ગેઇટના ચોકમાં સૌચાલય ખંઢેર હાલતમાં છે જ્યારે એક બાજુ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી એમ કહે છે કે,ઘર ઘર સૌચાયલ તો નહેરૂ ગેઇટના ચોકની અંદરજ શોભાના ગાંઠીયા જેવું ખંઢેર હાલતમાં સૌચાલય છે ગુજરાતના મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ પણ કહે છે કે ઘેર ઘેર જાહેર સૌચાલય બનાવો તો લાખોના ખર્ચે સૌચાલયો બનાવ્યા હોવા છતા તમામ સૌચાલય ખંઢેર હાલતમાં છે અને કોઇ દેખભાળ કરવા વાળા પણ અહીંયા નથી તો અહીંય કોઇ પ્રાઇવેટ પાર્ટીને આ સોચાલયનું મેનેજમેન્ટ આપી દો જેથી કરીને અહીંય સૌચાલય સાફ-સફાઇ થાય અને ગંદકી ન થાય અને કોઇ વસ્તુની ચોરી પણ ન થાય કેમ કે હવેતો મોરબી શહેરને મહા નગરપાલીકાનો દરજજો આપવામાં આવેલ છે. પરંતુ અહીંયાતો પ્રાથમિક સુવિધાઓથી પણ આમજનતા વંચીત છે તો તાત્કાલીક ધોરણે સૌચાલયને સાફ-સફાઇ કરાવો અને કોઈ પ્રાઇવેટ પાર્ટીને સોપો જેથી કરીને રેગ્યુલર સાફ-સફાઈ થાય અને ગામડા તથા શહેરની આમ મહિલાઓને તકલીફ ન પડે જેથી સામાજિક કાર્યકરો દ્વારા નહેરુ ગેઇટ ચોકમાં આવેલ સૌચાલય તાત્કાલિક શરૂ કરવામાં આવે તેવું મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઇ બાંભણીયા, સેતા ચિરાગ મનોજભાઈ, રાણેવાડીયા દેવેશ મેરૂભાઇ, મુસાભાઇ બ્લોચ સહિતનાએ નગરપાલિકા ચીફ ઓફિસર, કલેકટર, પાલિકાના વહિવટદાર તથા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને લેખીત રજુઆત કરી જણાવ્યું છે

Related Articles

Total Website visit

1,502,727

TRENDING NOW