Monday, May 5, 2025

મોરબીના નાગડાવાસ ગામના પાટીયા નજીક ટ્રકનુ વ્હીલ નીકળી અથડાતાં એક્ટીવા સવારનું મોત

Advertisement
Advertisement
Advertisement

મોરબીના નાગડાવાસ ગામના પાટીયા નજીક ટ્રકનુ વ્હીલ નીકળી અથડાતાં એક્ટીવા સવારનું મોત

મોરબી: મોરબી તાલુકાના નાગડાવાસ ગામના પાટીયા નજીક રામદેવ હોટેલની સામે રોડ ઉપર ટ્રકનું વ્હીલ નીકળી એક્ટીવા સાથે અથડાતા એક્ટીવા સવારનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના ભાઈએ આરોપી અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબીના નાની વાવડી ગામે રહેતા નિમેશભાઈ ખીમજીભાઇ વડગામા (ઉ.વ.૩૬) એ આરોપી અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૪-૧૦-૨૦૨૨ ના રોજ બપોરના સાડા બારેક વાગ્યાના અરસામાં ફરીયાદીના ભાઇ કૈાશીકભાઇ ખીમજીભાઇ વડગામા ઉ.વ.૩૮ વાળાના એકટીવા મોટરસાયકલ રજીસ્ટર નંબર GJ-36-N-3020 વાળુ લઇને વાધરવા ગામથી ઘરે આવતો હતો અને મોરબી તાલુકાના નાગડાવાસ ગામના પાટીયા નજીક રામદેવ હોટલની સામે પહોચતા સામેના મોરબીથી માળીયા તરફના રોડ ઉપર કોઇ અજાણ્યા ટ્રક ચાલક પોતાનો ટ્રક પુરઝડપે અને બેદરકારીથી ચલાવતા તેના ટ્રકનુ વ્હીલ નીકળી જતા ફરીયાદીના ભાઇના એક્ટીવા સાથે વ્હીલ અથડાતા તેને જમણા પગમા તથા માથામા ગંભીર ઇજા પહોંચતા સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જી ટ્રક ચાલક પોતાનો ટ્રક લઇને નાશી ગયો હતો. આ બનાવ અંગે મૃતકના ભાઈએ આરોપી અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,746

TRENDING NOW