મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ઈંટોના ભઠ્ઠાની પાછળના ભાગમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી ત્યાંથી દારૂનો મુદામાલ મોરબ બી ડીવીઝન પોલીસે કબજે કર્યો હતો
મોરબી જીલ્લા પોલીસ વડા એસ આર ઓડેદરા તથા ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ મોરબી બી ડીવીઝન પી આઈ વી એલ પટેલની સુચનાથી પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય દરમિયાન સ્ટાફના વનરાજભાઈ ચાવડાને બાતમી મળી હતી કે નવલખી રોડ મિલન પાર્ટી પ્લોટ પાછળ ખીમજીભાઈના ઈંટના ભથ્થા સાથે વોકળાની જગ્યામાં વિદેશી દારૂ છુપાવેલ હોવાની બાતમીના આધારે દરોડો પાડી ત્યાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૧૬૧ (કિં.રૂ.૬૨,૧૧૫)નું મુદામાલ કબજે કરી દારૂનો જથ્થો છુપાવનાર અમરતભાઈ વિઠ્ઠલભાઈ પાડલિયા રહે-હાલ નવલખી રોડ મિલન પાર્ટી પ્લોટ પાછળ ઈંટના ભથ્થા પાસે મૂળ સુરેન્દ્રનગર વાળો હાજર નહિ મળી આવતા તેની સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.