Sunday, May 4, 2025

મોરબીના નવલખી રોડ ઉપરથી ટેમ્પોમાંથી 370 ઇંગ્લિશ દારૂની બોટલો ઝડપાઈ: 2ની ધરપકડ

Advertisement
Advertisement
Advertisement

મોરબીના નવલખી રોડ ઉપરથી ટેમ્પોમાંથી 370 ઇંગ્લિશ દારૂની બોટલો સાથે બે ઇસમોને બી ડીવીઝન પોલીસે ઝડપી પાડ્યા હતા. ઇંગ્લિશ દારૂની બોટલો, ટેમ્પો સહિત રૂ.૩,૮૮,૭૫૦નો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે.

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફની ટીમ રાત્રી પેટ્રોલીંગ હતા તે દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલ ઇકબાલભાઇ સુમરા, કેતનભાઇને મળેલ બાતમી આધારે નવલખી રોડ ઉપર સેન્ટમેરી સ્કુલ સામેના ભાગે વોચ ગોઠવી હતી. આરોપી જીજ્ઞેશભાઇ હરેશભાઇ પરમાર (રહે.વીસીપરા મહાકાળી ઓઇલમીલ આગળ મસ્જીદ પાસે સ્મશાન રોડ મોરબી), જલ્પેશભાઇ વિનોદભાઇ ખાખી (રહે,હાલ લક્ષ્મીનારાયણ સોસાયટી બીજી શેરી નવલખી રોડ મોરબી)ને ટાટા કંપનીના ૪૦૭ ટેમ્પો રજી.નંબર જી.જે.-૧૪-એકસ-૭૧૬૫ વાળામાં વિદેશી દારૂની એકજ બ્રાન્ડની ૭૫૦ મીલી કાચની કંપની શીલ પેક કુલ બોટલો નંગ- ૩૭૦ (કિ.રૂ.૧,૩૮,૭૫૦) તથા દારૂની હેરાફેરીમાં ઉપયોગ કરેલ ટાટા ટેમ્પો વાહનની (કિં.રૂ.૨,૫૦,૦૦૦) મળી કુલ કિં.રૂ.૩,૮૮,૭૫૦ના મુદામાલ સાથે મળી આવતા મુદામાલ કબ્જે કરી આરોપીની ધરપકડ કરી હતી.

પોલીસે ઉપરોક્ત બન્ને આરોપીની પુછપરછ કરતા આ દારૂનો જથ્થો રવિભાઇ જીતેન્દ્રભાઇ પાલા (રહે.રણછોડનગર સેન્ટમેરી સ્કુલની બાજુમાં મોરબી-૦૨) પાસેથી મંગાવ્યો હોવાનું ખુલ્યુ હતું. પોલીસે ત્રણેય આરોપી વિરૂધ પ્રોહીબીશન કલમ હેઠળ ગુનો નોંધી રવિભાઈ પાસાને ઝડપી લેવા શોધખોળ શરૂ છે.

Related Articles

Total Website visit

1,502,730

TRENDING NOW