Saturday, May 3, 2025

મોરબીના દલવાડી સર્કલ નજીક ૧.૨૦ કરોડની દિલધડક લૂંટ

Advertisement
Advertisement
Advertisement

મોરબીના દલવાડી સર્કલ નજીક ૧.૨૦ કરોડની દિલધડક લૂંટ

મોરબી શહેરના દલવાડી સર્કલ પાસે ૧.૨૦ કરોડની દિલ ધડક લૂંટનો બનાવ પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે.આંગડિયા પેઢીના કર્મચારીનું ચાર બુકાનીધારી પાર્સલ લૂંટી જતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે અને આરોપીઓને દબોચી લેવા નાકાબંધી કરી છે.

મોરબીમાં સામે આવેલ લૂંટની ઘટનાની પ્રાથમિક વિગત અનુસાર રાજકોટથી સોમનાથ ટ્રાવેલ્સ મારફતે મોરબીના વીપી આંગડિયા પેઢીનું ૧.૨૦ કરોડનું પાર્સલ મોરબી આવ્યું હતું જે લેવા માટે મનીષ પટેલ નામના વ્યક્તિ ગયા હતા આ દરમિયાન લૂંટારુઓને જાણ થતાં
સફેદ કલરની બ્રેઝા કારમાં આવેલ બુકાની ધારી ચાર લુટારુ ટોળકીએ મનીષ પટેલ નામના વ્યક્તિને આંતરીને ચલાવી લૂંટના વારદાતને અંજામાં આપ્યો હતો.જો કે આંગડિયા પેઢીના કર્મચારીઓ એ લૂંટારુ ઓનો હિંમતભેર પાડકાર્યા બાદ સફળ ન થયા હતા.લૂંટારૂ ટોળકી પાર્સલની લૂંટ ચલાવ્યા બાદ હવામાં ઓગળી જતા આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું અને મોરબી જીલ્લામાં પોલીસ દ્વારા શહેરમાં ચારેકોર નાકાબંધી કરી આરોપીઓની ભાળ મેળવવા સીસીટીવી તપાસવા સહિતની કામગીરીનો ધમધમાટ શરૂ કર્યો છે.

Related Articles

Total Website visit

1,502,711

TRENDING NOW