મોરબીના ત્રાજપર ચોકડી નજીક બાઇકની ચોરી થયાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના વજેપર વિસ્તારમાં કાલીકા પ્લોટ મેઇન રોડ ઉપર રહેતા બટુકભાઇ વાલજીભાઇ ડાભી (ઉ.વ-૫૫) એ ગત તા.૩૧/૮ ના રોજ સવારના અગીયાર વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધીમા મોરબી-૨,ત્રાજપર ચોકડી નજીક,અજંતા હાર્ડવેર દુકાનની સામે પાર્ક કરેલું મોટર સાઇકલ હીરો હોન્ડા સ્પેલેન્ડર પ્લસ રજી નં- GJ-03-EK5296 ને અજાણ્યો શખ્સ ચોરી કરી ગયો હતો. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.





