Wednesday, July 1, 2026

મોરબીના ત્રાજપર ગામે જુગાર રમતા ચાર પત્તાપ્રેમીઓ ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

મોરબીના ત્રાજપર ગામે જુગાર રમતા ચાર પત્તાપ્રેમીઓ ઝડપાયા

મોરબી: મોરબીના ત્રાજપર ગામમાં બેચરાજીમાતાના મઢવાળી શેરીમા જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમોને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે. જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પરથી નાશી છુટતા તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ મોરબીના ત્રાજપર ગામમાં બેચરાજીમાતાના મઢવાળી શેરીમા જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમો મયુરભાઇ રમેશભાઇ ધરોડીયા ઉવ.૨૮ રહે.આનંદનગર સોસાયટી ત્રાજપર પાસે મોરબી, ધરમશીભાઇ ઉર્ફે લાલો રાજુભાઇ ગણેશીયા ઉવ.૨૫ રહે.ત્રાજપર ચોરાવાળી શેરી મોરબી-૨, કિરણભાઇ ઉર્ફે ગડો કાનાભાઇ ટીડાણી ઉવ.૨૦ રહે.ત્રાજપર ગામ પટેલ પાન પાછળ મોરબી, ગોવિંદભાઇ ઉર્ફે ગલી દિનેશભાઇ અદગામા ઉવ.૨૬ રહે.ત્રાજપર છેલ્લી શેરી મોરબીવાળાને રોકડ રકમ રૂ.૧૮,૧૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે જ્યારે અન્ય એક શખ્સ મંગાભાઈ જીવણભાઈ કોળી રહે. ત્રાજપર મોરબી -૨ વાળો સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,609,940

TRENDING NOW