Friday, May 2, 2025

મોરબીના જેતપર (મચ્છુ) ગામે જુગાર રમતા 7 પત્તાપ્રેમી ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

મોરબી તાલુકાના જેતપર ગામે જાહેરમાં જુગાર રમતા સાત પત્તાપ્રેમીઓને ઝડપી તાલુકા પોલીસે ઝડપી લીધા છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકા ઇન્ચાર્જ પીઆઈ જે એમ આલના માર્ગદર્શન હેઠળની ટીમે બાતમીને આધારે જેતપર ગામે દરોડો કર્યો હતો. જેમાં જાહેરમાં જુગાર રમતા સોંડાભાઈ ટપુભાઈ હમીરપરા, જયંતીભાઈ વેરશીભાઈ માલણીયાત, જગદીશભાઈ માવજીભાઈ ઢવાણીયા, જેરામભાઈ વલ્લભભાઈ હમીરપરા, હરેશભાઈ કુકાભાઈ દેગામાં, દિલીપભાઈ ધરમશીભાઈ માલણીયાત અને લખમણ મોતીભાઈ માથોડીયા (રહે.બધા જેતપર મચ્છુ તા.જી.મોરબી) એમ સાતેય આરોપીને ઝડપી લીધા હતા. અને જુગારની રોકડ રકમ રૂ.10,080 જપ્ત કરી છે. તેમજ સાતેય આરોપી વિરૂધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

આ કામગીરીમાં મોરબી તાલુકા ઇન્ચાર્જ પીઆઈ જે એમ આલ, પીએસઆઈ વી કે કોઠીયા, આર બી વ્યાસ, વનરાજભાઈ ચૌહાણ, વિજયભાઈ સવસેટા, શૈલેષભાઇ પટેલ, હરપાલસિંહ ઝાલા સહિતની ટીમ જોડાયેલ હતી.

Related Articles

Total Website visit

1,502,703

TRENDING NOW