મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા
મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે રીક્ષા સ્ટેન્ડમા જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમતા ચાર ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે રીક્ષા સ્ટેન્ડમા જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમતા ચાર ઈસમો મીનપ્રસાદ વસંતપ્રસાદ ભુશાલ (ઉ.વ.૨૪) રહે.મોરબી વીશીપરા હાઉસીંગ કવાર્ટર પાછળ લાખુભા દરબારના મકાનમા, સાગરપુરી નીતીનપુરી ગૌસ્વામી (ઉ.વ.૨૭) રહે.મોરબી વાવડી રોડ સુમતીનાથ સોસાયટી જૈન દેરાસર બાજુમા, ઇમરાનભાઇ ગફારભાઇ પરમાર (ઉ.વ.૪૨) રહે.મોરબી લાતીપ્લોટ શેરીનં.૮ તથા મહમદભાઇ જીવાભાઇ પરમાર (ઉ.વ.૪૧) રહે. વાવડી રોડ લોમજીવન સોસાયટી મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૨૭૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.