મોરબીના જુના બસ સ્ટેન્ડ પાછળની શેરીમાંથી મોરબી એસઓજી ટીમે ગેરકાયદેસર પીસ્ટલ સાથે જામનગરના એક શખ્સને ઝડપી પાડ્યો હતો જયારે હથિયાર આપનાર શખ્સનું નામ ખુલતા પોલીસે બંને વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મોરબીના જુના બસ સ્ટેન્ડ પાછળ શેરીમાં એક ઈસમ ગેરકાયદેસર હથિયાર સાથે રાખીને ફરતો હોવાની બાતમીને આધારે એસઓજી ટીમે સ્થળ પર તપાસ કરીને આરોપી યાસીન ઉર્ફે બાબરી સીદીક ગંઢાંર (ઉં.વ. 31, રહે. ધરારનગર, જામનગર) ને ગેરકાયદેસર પીસ્ટલ (કીં.રૂ. 10,000) સાથે ઝડપી લીધો હતો અને આરોપીને હિરાસતમાં લઈને તેની પૂછપરછ કરતા તેને હથીયાર સાજીદ અજીજ બ્લોચ (રહે. ચંદ્રપુર વાંકાનેર) પાસેથી મેળવ્યાની કબુલાત આપતા પોલીસે બંને આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.