મોરબીના જુના બસ સ્ટેન્ડ નજીક જાહેરમાં વરલી ફિચરના આંકડા લખી જુગાર રમતા એક શખ્સને મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન જુના બસ સ્ટેન્ડ નજીક જાહેરમાં વરલી ફીચરના આંકડા લખી જુગાર રમતા સદામ અનવરભાઈ પાયક (ઉં.વ. 23, રહે. જોન્સનગર, મોરબી) ને રોકડ રૂ. 1150 સાથે ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.