મોરબી નજીકના જુના ઘુટુ રોડ પર આવેલ સીરામીકના ગેટ નજીકથી પસાર થઇ રહેલા એક વૃદ્ધને ટ્રક કન્ટેનર ચાલકે હડફેટે લેતા વૃદ્ધને માથા અને પગના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. આ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી નજીકના જુના ઘુટુ રોડ પર આવેલ એકોર્ડ સિરામીકના ગેટ સામેના રોડ પરથી પસાર થઈ રહેલા બાલાભાઈ વાઘાણી નામના વૃદ્ધ ચાલીને પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન બેફામ
સ્પીડે આવતા એક અજાણ્યા ટ્રક ટ્રેલરમા ભરેલ કંન્ટેનર વાળાએ તેઓને હડફેટે લેતા ગંભીર ઇજા થવા પામી હતી. વૃદ્ધને માથાના ભાગે ઈજાઓ પહોચાડી તથા પગમા ફ્રેકચર જેવી ઇજા કરી કન્ટેનર ચાલક નાશી છુટતા મોરબી સીટી બી.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં વૃદ્ધના પુત્ર કિશોરભાઈ બાલાભાઈ વાધાણીએ કન્ટેનર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
છે. આ બનાવમાં ફરીયાદનાં આધારે પોલીસે આરોપીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.