મોરબીના જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રાજેશભાઈ એરણીયાએ અનોખી રીતે કરી જન્મદિવસની ઉજવણી
મોરબી : મોરબીના જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રાજેશભાઇ એરણીયાએ પોતાના જન્મદિવસની સાર્થક ઉજવણી કરી છે. ડો.હેડગેવાર જન્મ શતાબ્દી સમિતિ જે મેડિકલ સાધનની સહાયતા વિના મૂલ્યે કોઈ પણ સમાજના લોકોને પુરી પાડે છે. જે કેશવ કુંજ, RSS કાર્યાલય,ચિત્રકૂટ ચોક,મોરબી ખાતે સતત કાર્યરત છે. જ્યા આજરોજ રાજેશભાઇએ 10,000નું અનુદાન RSS મોરબી જિલ્લા સંઘચાલકમા લાલિતભાઈ ભાલોડિયાના હસ્તમાં આપીને સમાજસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે અને અન્યને પ્રેરણા આપી છે.