Thursday, March 12, 2026

મોરબીના ઘુંટુ નજીક કેનાલના રસ્તેથી દેશી હાથ બનાવટની બંદૂક સાથે એક ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબીના ઘૂટું ગામ પાસે આવેલ કેનાલના રસ્તેથી મોરબી એલસીબી ટીમે દેશી હાથ બનાવટની બારબોરની ગેરકાયદેસર બંદુક સાથે ચરાડવા ગામે રહેતા એક શખ્સને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મોરબી-હળવદ રોડ પર ઘુંટુ ગામ નજીક આવેલ કેનાલ પાસે એક શખ્સ ગેરકાયદેસર બંદુક સાથે હોવાની બાતમીને આધારે એલસીબી ટીમે કેનાલ પાસેથી આરોપી રોહિત ભાણજી માકાસણા (ઉં.વ. 31, રહે. રજપૂત વાળી શેરીમાં, ચરાડવા તા. હળવદ) ને દેશી હાથ બનાવટની બારબોરની બંદુક (કીં.રૂ. 5000) સાથે ઝડપી પાડીને આર્મ્સ એક્ટ હેઠળ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,495

TRENDING NOW