Monday, March 9, 2026

મોરબીના ઘુંટુ ગામે નવોદય વિદ્યાલય મા પર્યાવરણ દિવસ ની ઉજવણી કરાઈ

Advertisement
Advertisement
Advertisement

આજ રોજ શ્રી નવોદય વિદ્યાલય ઘુંટુ ખાતે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે શાળાના પટાંગણમાં પર્યાવરણ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વાંકાનેરના ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પ્રાદેશિક અધિકારી શ્રી મહેન્દ્રભાઈ સોની, સામાજિક આગેવાન હિરેનભાઈ પારેખ, ભાજપ તાલુકા ઉપપ્રમુખ વિનોદભાઈ પરેચા, જિલ્લા સહકાર્યવાહક આરએસએસ જશ્મિનભાઈ હિંશુ, શાળાના ટ્રસ્ટી શ્રી પરસોતમભાઈ કૈલા, આચાર્યશ્રી કિરીટભાઈ, શાળાનો સ્ટાફ ગણ ઉપસ્થિત રહીને શાળાના પટાંગણમાં સૌપ્રથમ વૃક્ષારોપણ કરવામાં આવ્યું. ત્યારબાદ તમામ વિદ્યાર્થીઓને પર્યાવરણ વિશે માહિતગાર કરવામાં આવ્યા. કાર્યક્રમના અંતે તમામ વિદ્યાર્થીઓ તેમજ ઉપસ્થિત તમામે પર્યાવરણ જાગૃતિના શપથ પણ લીધા.

Related Articles

Total Website visit

1,595,188

TRENDING NOW