Saturday, June 27, 2026

મોરબીના ઘુંટુ ગામેથી 13 વર્ષનો બાળક લાપતા

Advertisement
Advertisement
Advertisement

મોરબીના ઘુંટુ ગામેથી 13 વર્ષનો બાળક લાપતા

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે આવેલ કુમાર પ્રાથમિક શાળામાંથી 13 વર્ષના બાળકને કોઈ અજાણ્યો ઈસમ કોઈપણ કારણસર ભગાડી લઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ઘુંટુ ગામે રહેતા મુકેશ કિરણભાઈ ઉર્ફે પ્રકાશભાઇ પરમાર જાતે પટલીયા ઉંમર ૧૩ વર્ષ ૬ માસ ૯ દિવસ જન્મ તારીખ ૧૬-૦૫-૨૦૦૯ રહે હાલ સી-૬૯, હરીઓમ પાર્ક સોસાયટી , મોરબી હળવદ રોડ ઘુંટુ ગામ પહેલા તા.જી. મોરબી વાળાને ગત તા. ૨૩-૧૧-૨૦૨૨ ના રોજ ઘુંટુ ગામે આવેલ કુમાર પ્રાથમિક શાળામાંથી બપોરના બે વાગ્યા પહેલાં કોઈપણ વખતે કોઈ અજાણ્યો ઈસમ ભગાડી ગયો હોય પરીવારજનો પોતાની રીતે તપાસ કરતા આજદીન સુધી મળી ન આવતા લાપતા બાળક મુકેશના કાકાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં લાપતાની ફરીયાદ નોંધાવી છે.

મોરબી તાલુકા પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે જો આ બાળક કોઈને દેખાય કે બાળક બાબતે કોઈ માહિતી મળે તો મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરવી.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશન મો- 02822242592

પોલીસ કોન્સ્ટેબલ કે.એ.વાળા મો-9913572172 પર જાણ કરવી.

Related Articles

Total Website visit

1,609,607

TRENDING NOW